*એક સ્પર્શ*

સવાર નો સમય છે ,
હોસ્પિટલ માં બધા દર્દીઓ પોતાના બેડ પર લંબાયેલા હતા  અન્ય કુટુંબીજનો તેની બાજુ માં બેસેલા છે.

       અચાનક જ તે વોર્ડ ના નર્સ ખૂબ જ દોડા દોડી કરવા લાગ્યા કારણ કે તે વોર્ડ માં એક આશરે પચ્ચીસ વર્ષના એક યુવાન ની હાલત ખુબજ ગંભીર થઇ ગઈ હતી.

       સિસ્ટર આ દર્દી ને ઝડપથી આઇ. સી.યુ માં શિફ્ટ કરો - ડો.વિવેક પરિસ્થિતિ નો અંદાઝ આવી ગયો હતો.

       વોર્ડના સિસ્ટરે ડો.વિવેક ના આદેશનું પાલન કરી ને વોર્ડ બોય કાનજીભાઈ સાથે એ દર્દીને આઈ.સી.યુ માં શિફ્ટ કર્યું.
       
         આ દર્દીની હાલત એકદમ વિકળતી જતી હતી. ડો.વિવેક આ દર્દીની સારવાર કરવામાં પોતાથી બનતા બધા જ પ્રયત્ન કરવાનુ નકકી કરેલ હતું.

          ડો.વિવેક પોતાના સંપૂર્ણ મેડિકલ અને ડોક્ટરીલાઈન ના અનુભવનો નિચોડ કર્યો તો પણ પેલા દર્દી ની હાલતમાં કઈ ખાસ સુધારો આવ્યો હતો નહિ.

          આ દરમિયાન ડો.વિવેકના કોઈ નજીકના સાગનું મૃત્યુ થયું હોવાથી તેને એક અઠવાડિયા માટે બહારગામ જવાનું થયું , પરંતુ ડો.વિવેક જતા પહેલા તેના જુનિયર ડોક્ટર્સ અને અન્ય નર્સિંગ સ્ટાફને આ દર્દી ની યોગ્ય રીતે  સંભાળ  લેવા નું જણાવ્યું .

      એક અઠવાડિયા બાદ જ્યારે ડો.વિવેક ફરી હોસ્પિટલમા આવ્યા અને આઈ.સી.યુ મા રાઉન્ડ લઈ રહયા હતા ત્યારે તેનું ધ્યાન અચાનક પેલા એ દર્દી પર પડ્યું તેની હાલત પહેલા કરતા ઘણી જ સારી હતી.

        ડો.વિવેક વિચારોનો સાગરમાં ડૂબી ગયા અને વિચારવા લાગ્યા કે આ દર્દીની હાલત તો એકદમ ખરાબ હતી...મે મારા સંપૂર્ણ જ્ઞાન નો અને મારા અનુભવ નો નિચોડ કરી નાખ્યો હતો તો પણ તે દર્દીની હાલત મા કઈ ખાસ સુધારો આવ્યો હતો નહીં તો એકદમ થી આ દર્દીની હાલત કેવી રીતે સુધરે......?????

        પાંચ - સાત મિનિટ સુધી વિચાર્યા બાદ ડો.વિવેક એકદમ શૂન્યમનસ્ક થઈ ગયા એ વિચારવા લાગ્યા કે એવો તો શું મિરેકલ કે ચમત્કાર બન્યો હશે કે આ દર્દીની હાલત એકદમ થી સુધારવા લાગી.

         અંતે ડો.વિવેકથી રહેવાયું નહીં એટલે તે સિધ્ધા જ પેલા દર્દી પાસે ગયા અને પૂછ્યું કે આ અચાનક એકાએક સુધારનું કારણ શુ છે ?

         પેલા દર્દીએ કહ્યુ કે તમે જે દિવસે બહારગામ ગયા હતાં એ દિવસે રાતે મારી માં  આવી હતી અને મારા માથાં પર ખૂબ જ પ્રેમ થી હાથ  ફેરવતા - ફેરવાત કહ્યું કે  *બેટા હવે જાગી જા અને આ બીમારી સામે લડી ને બહાર આવ , તારા પોતાના પરિવાર ને તારી ખૂબ જ જરૂર છે.*
    આ વાત સાંભળી ને ડો.વિવેક ને એક ખૂબ  ઝટકો લાગ્યો અને તે મનમાં વિચારી રહ્યા હતા - *હાવ ઇટ ઇસ પોસીબલ ????*

       ડો.વિવેક તરત જ નર્સિંગ સ્ટેશનમાં ગયા અને કંઈક કન્ફર્મ કરતા હોય તેવી રીતે ખુબજ ઝડપ થી પેલા દર્દી નો સંપૂર્ણ કેસની સ્ટડી કરી , સ્ટડી કર્યા પછી ડૉ વિવેક વધારે મૂંઝવણ માં  મુકાય ગયા અને તેના મનમાં અનેક પ્રશ્નોની અવિરત ટ્રેન ચાલવા લાગી અને એ મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે *ઇટ ઇસ ઇમ્પોસીબલ* ....!!!

       કારણ કે પેલા દર્દી એ આપેલ કારણ અને તેના કેસમાં લખેલ હિસ્ટરી વચ્ચે *કાંઈક એવું*હતું કે જેથી ડો. વિવેક મૂંઝવણમાં મુકાય ગયા હતાં...................એ હતું *એના કેસમાં લખેલ એની ફેમિલ હિસ્ટરી કે જેમાં લખ્યું હતું કે દર્દીના માતાનું મૃત્યુ તો ચાર વર્ષ પહેલાં જ થયું હતું.*

         ડો. વિવેક ને કઈ સમજાતું નહોતું કે આવું  બની જ કેમ શકે અને અને તેણે ઘણા પ્રયત્નો કર્યા પણ કઈ જવાબ મળ્યો નહીં.......અંતે તેણે આ આખા બનાવ ને એક મિરેકલ માની લીધો અને આ આખો પ્રસંગ તેના મનમાં કોઈ એક ખૂણામાં કાયમીક માટે સાચવી લીધો જેનો જવાબ હજુ સુધી અકબંધ છે...

         મિત્રો આપણી દુનિયામાં પણ ઘણા બધા આવા મિરેકલ બનતા હોઈ છે જેના પર માત્ર આપણે અને આપણી જાત સિવાય અન્ય કોઈ આસાની થી વિશ્વાસ કરી ના શકે......પેલા દર્દી ની ચાર વર્ષ પહેલાં મૃત્યુ પામેલ માં કેવી રીતે તેના માથા પર પ્રેમ થી હાથ ફેરવી શકે આવા કેસ મા આપણી પરિસ્થિતિ પણ ડો. વિવેક જેવી જ થઈ જતી હોય છે......અને *માતા ના અમૂલ્ય પ્રેમ અને સ્પર્શ ની લાગણી નું મહત્વ* અને આપણી આ દુનિયા ઉપરાંત *કોઈ એવી અન્ય કોઈ અલૌકિક દુનિયા*ની હાજરી  વિશે સમજાવી જાય છે.

*મકવાણા રાહુલ.એચ*

જો આ સ્ટોરી આપને પસંદ આવી હોય તો તમે તમારો મંતવ્ય આપી શકો છો.
મોબાઈલ નં - 9727868303
ઇમેઇલ - rahulmakwana29790@gmail.com

Comments

Popular posts from this blog